Skip to main content

સા.શૈ.પ.વર્ગોના આર્થિક/શૈ.ઉત્કર્ષ માટેની યોજનાઓ

 ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ

પ્રસ્તાવના:-

  રાજય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે. જેના ભાગરૂપે ગુજરાત પછાત વર્ગ વિકાસ અધિનિયમ - ૧૯૮પ અન્વયે વર્ષ : ૧૯૮૭ માં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની રૂ. ૧પ.૦૦ કરોડની સત્તાવાર શેરમુડીથી રચના કરવામાં આવી હતી.  સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના આર્થિક ઉત્કેર્ષ માટે સરકારશ્રીને એક સ્વાકયત સંસ્થાોની જરૂર જણાતી હતી આ હેતુ પાર પાડવા માટે સરકારશ્રીએ ગુજરાત પછાત વર્ગ વિકાસ કોર્પોરેશન નામનો ખરડો વિધાનસભામાં ૧૯૮પ માં પસાર કર્યો આ રીતે ગુજરાત પછાત વર્ગ વિકાસ કોર્પોરેશન અસ્તિત્વ માં આવ્યુંર આ અધિનિયમની કલમ(૪) (૧) નીચે ગુજરાત સરકારે તા. ૬-૭-૧૯૮૭ થી ગુજરાત પછાત વર્ગ વિકાસ કોર્પોરેશનની સ્થારપના કરી. રૂ. ૧પ.૦૦ કરોડની શેરમૂડીથી રચના કરવામાં આવી હતી.

નિગમની કચેરી બ્લોક નં. ૧૧ , બીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે આવેલ છે

હેતુ :-

  • આ અધિનિયમની જોગવાઇઓને આધીન રહીને, ગુજરાત રાજયમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકોની સામાજીક અને આર્થિર્ક ઉન્‍નતિનું કાર્ય હાથ ધરવું અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન આપવું.
  • પોતાની મેળે અથવા કોર્પોરેશન મંજુર કરે તેવા પછાત વર્ગના સંગઠનોના સહયોગથી અથવા તેમની મારફત કૃષિ વિકાસનો કોઇ કાર્યક્રમ, બજાર વ્‍યવસ્‍થા, પ્રક્રિયા, ખેત ઉત્‍પાદનનો પુરવઠો અને સ્‍ટોરેજ, લઘુ ઉધોગ, મકાનોના બાંધકામ, હેરફેર અને રાજય સરકાર આ અર્થે મંજુર કરે તેવી અન્‍ય પ્રવૃત્તિઓનું આયોજન કરવાની અને તેને ઉત્‍તેજન આપવાની
  • પછાત વર્ગોના સંગઠનોના સભ્‍યોને ગ્રાન્‍ટ અને આર્થિક સહાય આપવાની અને તેઓએ લીધેલી લોનની બાંહેધરી આપવાની
  • પછાત વર્ગોના નાગરીકો માટે રોજગારીની તકોને ઉત્‍તેજના આપવી.
  • સામાજીક અને શૈક્ષણિક વર્ગોના નાગરીકોને અથવા પછાત વર્ગના સંગઠનોને લોનો આપવાની અથવા તેમને માટે સુરક્ષિ‍ત લોનો મેળવવાની.
  • રાજય સરકાર નિ‍ર્દિષ્‍ટ કરે તેવી શરતોને આધીન રહીને નાણાં ઉછીના લેવાની.
  • સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના સંગઠનોના સભ્‍યોને ખેતી વિષયક અથવા ઔધોગિક યંત્ર સામગ્રી અથવા સાધનસામગ્રી ભાડે આપવાની.
  • પછાત વર્ગોના સંગઠનોના સભ્‍યોને ગ્રાન્‍ટ અને આર્થિક સહાય આપવાની અને તેઓએ લીધેલી લોનોની બાંહેધરી આપવાની.
  • રાજય સરકાર કોર્પોરેશનને સોંપે તેવી અન્‍ય કોઇ પ્રવૃત્તિ હાથ ધરવાની.

  આર્થિક ઉત્કર્ષ યોજનાઓ:-  વિગતે

શૈક્ષણિક યોજનાઓ:-  વિગતે  

 શૈક્ષણિક યોજનાનું ફોર્મ:-ડાઉનલોડ

 લાભાર્થીઓ:-

 સંપર્ક કરો:-

 ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ બીજો માળ, બ્લોક નંબર : ૧૧ ,
ડૉ જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર.
ગુજરાત (ઇન્ડિયા).
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૭૫૫૭ / ૨૩૨૫૭૫૫૯ / ૨૩૨૫૭૫૬૦
ફેક્ષ નંબર : +૯૧ ૭૯ ૨૩૨૨૧૩૨૪




















Comments

Popular posts from this blog

આપણા વિષે

આપણા વિષે              ગરવી ગુજરાત નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદર્ધ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને મૂળિયાં હોય તેમ પ્રજાને તેનાં પણ મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે પોષણ મેળવે છે તેમ પ્રજા પણ તેના અતીતમાં ઊંડે સુધી વિસ્તરેલી તેની સાંસ્ક્રુતિક પરંપરા વાટે પ્રેરણા-પોષણ મેળવે છે. દરેક પ્રજાનું વ્યકતિત્વ આવી પરંપરાથી ઘડાય છે તેમજ વિકસે છે. કનૈયાલાલ મુનશી કહે છે તેમ, જો કોઇ એક સાંસકારિક વ્યકતિ તરીકે પોતાનું આગવું સ્થાન સિધ્ધ કરી શક્યું હોય તો તેની ઉપરોકત સંસ્કાર પરંપરાગતને કારણે. કોઇપણ મનુષ્યનો ચહેરો મહોરો , તેનું કદ, તેનો વાન, તેની પ્રકૃતિની નાની મોટી ખાસિયતો, આ બધું આકસ્મિક હોતું નથી. તે એક સુદિર્ધ, સાતત્યપૂર્ણ અને સંકુલ સાંસ્કૃતિક પરંપરાની નીપજરૂપ હોય છે. આ બધું આપણા ગુજરાતી માટે, આપણા સમાજ માટે, આપણા સમસ્ત ક્ષત્રિય માટે અને સાથે સાથે આપણા ક્ષત્રિય ઠાકોર, કે જે પોતાની આગવી સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતો છે, આ બધાય માટેય આ સાચું છે.